Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છોટુ વસાવા આદિવાસીઓના હક અધિકાર માટે લડે છે : ભાજપ સાંસદ મનસુખ વસાવા

ભાજપના (BJP) સાંસદ મનસુખ વસાવાનો (MP Mansukh Vasava)વીડિયો હાલ વાયરલ (video viral) થઇ રહ્યો છે. જેમાં તેઓ ઝગડિયા બેઠક (Jhagadia) પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા છોટુ વસાવાના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ જો કે તેમની સ્પષ્ટતા પણ આવી હતી. હાલ તો તેમનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનસુખ વસાવા ભાજપને ઘણી વખત અસહજ સ્થિતિમાં મુકી ચુક્યા છે.ભાજપના સાંસદ મનસુખ વસાવા ભાજપની સભામાં વિપક્àª
છોટુ વસાવા આદિવાસીઓના હક અધિકાર માટે લડે છે   ભાજપ સાંસદ મનસુખ વસાવા
ભાજપના (BJP) સાંસદ મનસુખ વસાવાનો (MP Mansukh Vasava)વીડિયો હાલ વાયરલ (video viral) થઇ રહ્યો છે. જેમાં તેઓ ઝગડિયા બેઠક (Jhagadia) પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા છોટુ વસાવાના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ જો કે તેમની સ્પષ્ટતા પણ આવી હતી. હાલ તો તેમનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનસુખ વસાવા ભાજપને ઘણી વખત અસહજ સ્થિતિમાં મુકી ચુક્યા છે.
ભાજપના સાંસદ મનસુખ વસાવા ભાજપની સભામાં વિપક્ષના વખાણ કરવા લાગ્યા
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપની એક સભા દરમિયાન છોટુ વસાવાના ભરપેટ વખાણ કર્યા હતા. જે અંગેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, છોટુ વસાવા આદિવાસીઓના હક અધિકાર માટે તેઓ સતત લડત ચલાવી રહ્યા છે. છોટુભાઇ આદિવાસીઓના હક માટે દશકો સુધી લડત ચલાવતા રહ્યા તે આપણે સ્વિકારવું જ પડે.
વીડિયો વાયરલ થતા સ્પષ્ટતા કરી
વીડિયો વાયરલ થયા બાદ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કેટલાક લોકો પ્રશ્ન પુછે છે કે શું છોટુભાઇએ કશુ જ નથી કર્યું? ત્યારે મે કહ્યું કે છોટુ વસાવા આદિવાસીઓના હક માટે લડતા આવ્યા છે. જો કે એકલા બીટીપી કે એકલી તાકાતથી સરકાર બનાવી નથી શકતા. બે કે ત્રણ ધારાસભ્યો વર્ષોથી આવ્યા છે.
છેલ્લા ચાર દાયકાઓથી તેઓ એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકારણમાં ભાગ્યે જ એવું બનતું હશે કે, છોટુભાઇ વસાવાને નહી ઓળખતું હોય. છેલ્લા ચાર દાયકાથી તેઓ એકહથ્થુ રાજ ચલાવી રહ્યા છે. આ વખતે વસાવાના પરિવારમાંથી ટિકિટ મુદ્દે કકળાટ સામે આવ્યો છે. મહેશ વસાવાએ પોતાના જ પિતા સામે મોરચો માંડ્યો અને તેમની ટિકિટ કાપી નાખતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. છોટુ વસાવાનો અનોખો રેકોર્ડ છે કે, તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.